Voluntary Nature Conservancy Inc
VNC's Activities can be broadly divided under three heads - Environment Education, Conservation & Research, Awareness & Advocacy.
10/15/2022
“અર્થ મેગા મોલ”
વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષ ૨૦૧૭થી આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષે પણ તેનું નવેમ્બર માસમાં આયોજન કરીશું. જેમાં જરૂરીયાતમંદ બાળકોને આ મોલમાંથી મન ગમતી વસ્તુઓ આપવામાં આવશે. આં ઈવેન્ટમાં સમાજના સાધન-સંપન્ન પરિવારો પાસેથી એવી વસ્તુઓ ભેગી કરવામાં આવે છે જે તેમના ઉપયોગમાં નથી આવતી. જેમાં કપડાં, રમકડાં, ચોપડીઓ, નોટબુક, કટલરી, ઘર સજાવટની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓની છટણી કરી તેમાથી સારી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓની છટણી કરી તે વસ્તુઓને મોલના સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ સરકારી શાળાના બાળકો કે જેઓની આર્થિક સ્થિતી સારી ન હોય તેમને આમંત્રિત કરવામાં આવે છે. તેઓને નિ:શુલ્ક સ્માઇલી પોઈન્ટ આપવામાં આવે છે જેનાથી તેઓ મોલમાંથી વસ્તુઓ ખરીદતા હોય તેવો અનુભવ મેળવી શકે. અત્યાર સુધી ૭૫૦૦૦થી વધારે વસ્તુઓ પાંચ હજારથી વધુ બાળકોને ઈવેન્ટ દ્વારા વહેચવામાં આવી છે.
આ ઇવેન્ટ માટે આપ પણ કપડાં, રમકડાં, ચોપડીઓ, નોટબુક, કટલરી, ઘર સજાવટની વસ્તુઓ નીચે દર્શાવેલ સરનામાં પર આપી શકો છો.
સરનામું: ૧૦૧, રાધા દર્શન અપાર્ટમેન્ટ, પ્રગતિ મંડળની સામે, યુનિયન બેંકની પાછળ, વલ્લભ વિદ્યાનગર.
સંપર્ક નંબર: ૯૮૯૮૧૪૨૧૭૦
સમય: ૧૦:૦૦ કલાકે (સવારે) થી ૦૬:૦૦ કલાકે (સાંજે)
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
5, Sweetwood Drive
Randolph, NJ
07869