Fat2Fit

Fat2Fit

Share

01/01/2026

સ્વાગત નહીં કરો અમારું? 😎 જ્યારે રસોડામાં ‘સફેદ ઝેર’ નો આતંક વધે છે, ત્યારે સ્વાસ્થ્યની રક્ષા માટે એન્ટ્રી થાય છે… આયુર્વેદના રક્ષકની!! હું છું વૈદ્ય મિલિંદ તપોધન... હેલ્થના દુશ્મનોને 2025 માં જ પૂરા કરવા, હું લઈને આવ્યો છું 'આયુર્વેદ પાવર'! 🌿💪

નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડર બદલવું નહીં, પણ આપણા સ્વાસ્થ્યને પણ નવીન અને મજબૂત કરવું.. 2025 માં આપણે અજાણતાં રસોડામાં એવી 5 ‘સફેદ’ વસ્તુઓનો અતિરેક કર્યો છે, જે ધીમે ધીમે આપણી જઠરાગ્નિ અને મેટાબોલિઝમને નુકસાન કરી રહી છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આ 5 વસ્તુઓના નિયંત્રણની ભલામણ કરે છે."

આ 5 ‘સફેદ દુશ્મનો’ – વિજ્ઞાન અને આયુર્વેદની નજરે

👉 1. મેંદો (Refined Flour) - આંતરડા માટે બોજ

Why Bye Bye? મેંદો એટલે 'રીફાઈન્ડ કાર્બ્સ' જેમાં ફાઈબર બિલકુલ નથી હોતું. આનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic Index) ખૂબ ઊંચો છે, જે બ્લડ સુગરને તરત વધારે છે. આયુર્વેદ મુજબ તે 'ગુરુ' (પચવામાં ભારે) અને 'પિચ્છિલ' (ચીકણો) છે. ફાઈબરના અભાવે તે આંતરડાની ગતિ (Peristalsis) ધીમી કરે છે, જે લાંબા ગાળે કબજિયાત અને ગટ હેલ્થ (Gut Health) બગાડવાનું કારણ બને છે.

2026 Swap: મેંદાને બદલે કરકરો ઘઉંનો લોટ, જુવાર કે બાજરી (Millets) વાપરો જે ફાઈબરથી ભરપૂર છે.

👉 2. સફેદ ખાંડ (Refined Sugar) - મેટાબોલિક ડિસ્ટર્બર

Why Bye Bye? સફેદ ખાંડ એટલે 'Empty Calories' (પોષણ શૂન્ય ઉર્જા). તે શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક (Insulin Spike) વધારે છે અને ક્રોનિક ઇન્ફ્લેમેશન (સોજા) પેદા કરે છે. વધુ પડતી ખાંડ 'કફ દોષ' વધારે છે અને કોલેજન (Collagen) ને નુકસાન કરે છે, જેનાથી ત્વચા પર ઉંમર વહેલી દેખાય છે.

2026 Swap: કુદરતી મિનરલ્સ વાળા વિકલ્પો અપનાવો - ગોળ (Jaggery), સાકર (Rock Sugar) અથવા મધ (Honey - રાંધ્યા વગર).

👉 3. ફ્રિજનું ઠંડુ પાણી (Ice Cold Water) - થર્મલ શોક

Why Bye Bye? આયુર્વેદ મુજબ આ 'અગ્નિનાશક' છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, જમતી વખતે અત્યંત ઠંડુ પાણી પીવાથી પેટની રક્તવાહિનીઓ સંકોચાય છે (Vasoconstriction), જેના કારણે પાચક રસો (Digestive Enzymes) નો સ્ત્રાવ ઓછો થાય છે અને પાચન ધીમું પડે છે. આ મેટાબોલિઝમને સ્લો કરી દે છે.

2026 Swap: મેટાબોલિઝમ બૂસ્ટ કરવા માટલાનું પાણી અથવા નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખો.

👉 4. વધુ પડતું રિફાઈન્ડ મીઠું (Excess Refined Salt) - સાયલન્ટ કિલર

Why Bye Bye? રિફાઈન્ડ મીઠામાં માત્ર સોડિયમ ક્લોરાઇડ હોય છે અને બીજા કુદરતી મિનરલ્સ નીકળી ગયેલા હોય છે. આયુર્વેદ મીઠાને નકારતું નથી અને આધુનિક વિજ્ઞાન આયોડીન યુક્ત મીઠાની જરૂરિયાત સ્વીકારે છે. પ્રશ્ન માત્ર યોગ્ય પ્રકાર અને યોગ્ય માત્રાનો છે. રીફાઇન્ડ મીઠાનું વધુ પડતું સેવન શરીરમાં વોટર રીટેન્શન (પાણી ભરાવું) અને સોડિયમ-પોટેશિયમ બેલેન્સ બગાડવાનું કામ કરે છે, જે હાઈ બી.પી. અને કિડની પર લોડ વધારે છે. આયુર્વેદમાં તેને 'વિદાહી' (બળતરા કરનાર) કહ્યું છે.

2026 Swap: રસોડામાં રિફાઈન્ડ મીઠાનું અતિ પ્રમાણ ઘટાડીને સિંધવ મીઠું (Rock Salt) વાપરવું, જેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ટ્રેસ મિનરલ્સ જળવાયેલા હોય છે.

👉 5. રાત્રે દહીં (Curd at Night) - કફવર્ધક

Why Bye Bye? દહીં પ્રોબાયોટિક છે, પણ તેનો ગુણધર્મ 'અભિષ્યંદી' (બ્લોકેજ કરનાર) છે. સૂર્યાસ્ત પછી શરીરનો 'કફ કાળ' શરૂ થાય છે. રાત્રે દહીં ખાવાથી મ્યુકસ (Mucus) નું ઉત્પાદન વધે છે, જે શ્વસનતંત્ર (Respiratory System) માં ભરાવો કરે છે. સાયનસ, અસ્થમા કે સાંધાના દુખાવા વાળા દર્દીઓ માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

2026 Swap: છાશ સ્વરૂપે શ્રેષ્ઠ છે . રાત્રે હળદર વાળું ગરમ દૂધ શ્રેષ્ઠ વિકલ્પ છે.

"ચાલો, 2025 ની સાથે આ સ્વાસ્થ્ય વિરોધી આદતોને અલવિદા કહીએ અને 2026 ને 'સાઈન્સ અને આયુર્વેદ' ના સંગમ સાથે આવકારીએ.

તમે આ 5 માંથી કઈ વસ્તુ આજે જ છોડશો કે નિયંત્રિત કરશો?
કોમેન્ટમાં લખો: Bye Bye ______

🌟 આયુર્વેદ આધારિત સ્વાસ્થ્યના રક્ષણ અને રોગોના નિરાકરણ માટે અવશ્ય મુલાકાત લો.
🏛️ વૈદ્ય મિલિંદ તપોધન

08/12/2025

Keval Patel
એક જ કંપની, એક જ નામ... પણ ગુણવત્તામાં જમીન-આસમાનનો તફાવત! 😲🍫
મિત્રો, ભારતમાં આપણે જે 'ડેરી મિલ્ક' ખાઈએ છીએ અને જે યુકે (UK) માં મળે છે તેની હકીકત જાણીને તમને પણ આશ્ચર્ય થશે,
🇬🇧 યુકેનું ડેરી મિલ્ક:
ચોકલેટમાં "વાસ્તવિક દૂધ" અને "દૂધની ક્રીમ" વપરાય છે. તેમાં કોઈ વધારાનું તેલ કે ચરબી હોતી નથી. ત્યાં લોકોને વાસ્તવિક ચોકલેટનો સ્વાદ મળે છે.
🇮🇳 આપણા ભારતનું ડેરી મિલ્ક:
દુઃખની વાત એ છે કે ભારતમાં આ જ ચોકલેટમાં દૂધને બદલે "દૂધ પાવડર" વપરાય છે. એટલું જ નહીં, તેમાં સસ્તી "વનસ્પતિ ચરબી" (એટલે ​​કે એક પ્રકારનું તેલ) ઉમેરવામાં આવે છે. આપણે ચોકલેટના નામે ખાંડ અને તેલનું મિશ્રણ ખાઈ રહ્યા છીએ.
પ્રશ્ન એ છે કે, જ્યારે આપણે સંપૂર્ણ ચૂકવણી કરીએ છીએ ત્યારે આપણને સારી ગુણવત્તા કેમ નથી મળતી? શું ભારતીય ગ્રાહકોના સ્વાસ્થ્યનું કોઈ મૂલ્ય નથી?

25/11/2025

અલ્યા પત્ની ને રાવણ દેખાડે છે
કે પછી રાવણ ને પત્ની દેખાડે છે ???

06/10/2025
06/10/2025

ઇશેન્શિયલ ફેટી એસિડ [EFA ] થી ભરપૂર હેમ્પ સિડ્સ ઓઇલ ના ફાયદાઓ

મગજ ના કોષો અને મગજ ના કોષો ના આવરણ માટે ખૂબ ઉપયોગી છે.

માનસિક શાંતિ અને માનસિક વિચાર જેવા કાર્યો આ EFA દ્રારા કન્ટ્રોલ થાય છે.

શરીર પર ની ચરબી દૂર કરે છે.
હેમ્પ સિડ્સ ઓઇલ / તેલ... ઓમેગા 3,6,9, થી ભરપુર હોય છે જે ટીબી જેવા રોગો માં ખૂબ ફાયદો આપે છે.

ટીબી કેન્સર એઇડ્સ હૃદય રોગ જેવી બિમારીઓ માં પણ આ હેમ્પ સિડ્સ ઓઇલ કામ આપે છે.

વાળ અને નખ ની મજબૂતાઈ આપે છે.

કોલેટ્રોલ , આંખ ની નબળાઈ મા પણ ખૂબ ફાયદાકારક છે

શરીર માં થાક લાગવો, સેક્સ પાવર ઓછો થવો ,સાંધા નો દુઃખાવો હોય તો હેમ્પ સિડ્સ ઓઇલ ફાયદો કરે છે.

ડો.સુરેશ સાવજ

06/10/2025

👑 રાણી જેવી ચા પીવાના ફાયદા

1. આરામ અને શાંતિ મળે

ધીમે ધીમે, મનને શાંત કરીને ચા પીવાથી સ્ટ્રેસ ઓછો થાય છે.

2. આરોગ્યલાભ

જો હર્બલ અથવા ગ્રીન ટી પીવામાં આવે તો તે શરીરને ડિટૉક્સ કરે છે, પાચન સુધારે છે અને ઈમ્યુનિટી વધારે છે.

3. સુંદરતા માટે લાભકારી

એન્ટીઑક્સિડન્ટ્સ ભરપૂર ચા (ગ્રીન ટી, હર્બલ ટી) ત્વચાને ગ્લો આપે છે અને વૃદ્ધાવસ્થા ધીમું કરે છે.

4. આદરણીય જીવનશૈલી

સમય કાઢીને શિસ્તપૂર્વક ચા પીવાથી જીવનમાં એક “રોયલ ટચ” આવે છે, જેમ કે રાણી પોતાની લાઇફસ્ટાઇલ જાળવે છે.

5. મગજને તાજગી

ચામાં રહેલા કુદરતી તત્ત્વો (જેમ કે L-theanine) મનને ફોકસ અને ફ્રેશ રાખે છે.

👉 એટલે “રાણી જેવી ચા પીવી” નો અર્થ છે – ધીમે, આરામથી, સ્વાસ્થ્યપ્રદ ચા પસંદ કરીને પીવી.

રાણી જેવી ચા ઘરે મંગાવવા માટે સંપર્ક કરો
097229 99908

03/10/2025

દાતણ.....
મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે.
કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડે
આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે
📌 આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે , વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.
📌 લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ , આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ , આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે.
📌 લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું
📌 વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.
📌 ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે ,
📌 બાવળ નું દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
📌 આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય , તેનું દાતણ નિરાપદ છે.
📌 ગુલર , ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે.આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાવ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.
📌 કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી
યાદ રાખો
✏️ આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું.
✏️ આ દાતણ 8 આંગલ લાબું ને એક આંગલ જડુ લેવું અને રસદાર હોઈ એ લેવું.
✏️ ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું.
✏️ દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .
આ દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે.

02/09/2025

ચોંકવનારી આ સત્ય હકીકત વાંચો અને ઉત્પાદન કરતા ચાર ગણા કરતાય વધારે દૂધની વપરાશને પહોંચી વળવા સરકાર અને આરોગ્ય માફીયાઓના ખૂની ખેલથી સચેત થવાનો સમય પાકી ગયો છે ! જો આ ખબરોના આંકડા સાચા છે તો એક નિશ્ચય કરવો રહ્યો કે ડેરીઓ અને બઝારૂ પેકિંગ્સના ધી , દૂધ કે એની બનાવટો ખાવા કરતા તો વગર દૂધથી જીવવામા આરોગ્ય કદાચ વધુ સારુ અને બહેતર રાખી શકાશે !

Want your business to be the top-listed Health & Beauty Business in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Surat
395008