Konark Surat
ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સ્તનપાન અઠવાડિયાની ઉજવણી કરાઈ : શેરી નાટકો, રસોઈ પ્રદર્શન તેમજ પોષક આહાર સ્પર્ધાઓ યોજાય
સુરત સમગ્ર વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે દર વર્ષે તા.૧ થી ૭મી ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ટી એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સુરત દ્વારા સ્તનપાન અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. બ્રેસ્ટ ફિડીંગ સપ્તાહની ઉજવણીના પ્રણેતા અશકતાશ્રમ ટ્રસ્ટનાશ્રી અનલ મર્ચન્ટની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્તનપાન વિષય પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેના મહત્વ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર વિચારો રજુ કરવામાં આવ્યા હતા.
એમ.એસ. ઓ.બી.જી અગ્રણી તબીબ ડો.સંધ્યાબેન છાસટીયાએ જણાવ્યું હતું કે, સ્તનપાન માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છે. સ્તનપાન શિશુ અને માતા બંને માટે જીવનદાયી છે. તેનાથી બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. સ્તન દૂધમાં હોર્મોન્સ, પોષક તત્વો, વૃદ્ધિના પરિબળો અને એન્ટિબોડીઝ હોય છે જે બાળકોની જરૂરિયાતોને પુરી કરે છે.
આ અવસરે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના આઈ.એ. ઈકબાલ કડીવાલાએ વિકાસશીલ દેશોમાં શિશુ મૃત્યુદર ઘટાડવામાં તેની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું હતું કે, બાળકના જન્મ પછી નવજાત માટે માતાનું દૂધ અમૃત સમાન છે. સ્તનપાનને સુરક્ષિત કરવા, પ્રોત્સાહન આપવા અને સમર્થન આપવા માટે ડબ્લ્યુએચઓ અને યુનિસેફની વાર્ષિક પહેલનું મુખ્ય કેન્દ્ર છે. માતાનું દૂધ નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જરૂરી છે.
ટી એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના આચાર્ય પ્રો.કિરણ દોમાડિયાએ સ્તનપાન અને માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં નર્સિંગ વિદ્યાર્થીઓની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્તા કહ્યું હતું કે, નવજાત શિશુ તેમજ માતાની કાળજી લેવામાં મિડવાઈફની મહત્વની ભૂમિકા રહેલી હોય છે. સ્તનપાન, મા અને બાળક બંને માટે ફાયદાકારક છે. માનું દૂધ બાળકોને ઇન્ફૅક્શન, ઝાડા અને ઊલટીથી બચાવે છે.
આ કાર્યક્રમનું સંકલન ઉપઆચાર્યશ્રી જિમી મોગરિયા, ઓબીજી વિભાગના સર્વ શ્રીમતી વિલાસ આહિર, દિશા શાહ, નર્સિંગ બાળ રોગ વિભાગના સોનલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જી.એન.એમ. અને બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્તનપાન અઠવાડિયાની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થયા હતા. રામપુરા સ્થિત વિનસ હોસ્પિટલ ખાતે પ્રિ-એન્ડ પોસ્ટનેટલ મધર ડાયેટ પ્લાન પર વિશેષ સેમિનારનું તેમજ માહિતીપ્રદ પ્રદર્શન, ગર્ભધાન સંસ્કાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસોઈનું પ્રદર્શન અને હોસ્પિટલની મુખ્ય આહારશાસ્ત્રી શ્રીમતી સ્વાતિ જૈન દ્વારા પોષક આહાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ડો.અંકિત દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા સિવિલ હોસ્પિટલના હેડ નર્સ નરેશ બારિયા, નર્સિંગ ફેકલ્ટી તન્વી ભાટીયા, શ્રીમતી ભુમિકા ચૌધરી સહીત નર્સિંગના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લામાં ૦૪થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, ભુતસાડ, જલાલપોર ખાતે મતગણતરી શરૂ થશે
નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ-૧૫૩ રાઉન્ડમાં આવરી લેવાશે: સૌથી વધુ ૩૯ રાઉન્ડ ૧૬૮ ચૌર્યાસી બેઠકના
મતગણતરી ખાતે ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે
નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪, મંગળવારના રોજ યોજાનાર મતગણતરી યોજાનાર છે. જે અન્વયે નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભુતસાડ, જલાલપોર ખાતે સવારે આઠ વાગ્યેથી મતગણતરી શરૂ થશે. જેમાં અંદાજીત ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે.
જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં મતગણતરી માટેની આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં મતગણતરીના સ્ટાફની તાલીમ સહિત મતગણતરી કેન્દ્ર ખાતે આનુસંગિક વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, ભુતસાડ, જલાલપોર ખાતે ૧૬૩ લિંબાયત મત વિસ્તારના ૨૬૮ મતદાન મથક માટે ૨૦ રાઉન્ડ, ૧૬૪ ઉધના મત વિસ્તારના ૨૪૩ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૬૫ મજુરા મતવિસ્તારના ૨૫૧ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૬૮ ચોર્યાસી મત વિસ્તારના ૫૩૫ મતદાન મથક માટે ૩૯ રાઉન્ડ, ૧૭૪ જલાલપોર મતવિસ્તારના ૨૪૬ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૭૫ નવસારી મતવિસ્તારના ૨૪૮ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ અને ૧૭૬ ગણદેવી મતવિસ્તારના ૩૦૧ મતદાન મથક માટે ૨૨ રાઉન્ડમાં મતગણતરી થશે. આમ, નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ-૧૫૩ રાઉન્ડમાં આવરી લેવાશે.
નવસારી જિલ્લામાં મતગણતરી માટે અંદાજીત ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે. જેમાં ૬૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, ૩૩૪ કાઉન્ટીંગ ટેબલના સ્ટાફ, ૧૦૨ પોસ્ટલ બેલેટ કાઉન્ટીંગના સ્ટાફ, ૧૦૬૯ અન્ય કર્મચારીઓ, ૩૩૫ લેબર સ્ટાફ મળી કુલ ૧૮૭૯ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.
આ સાથે મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. કાઉન્ટીંગ સેન્ટર્સને અત્યાધુનિક સંચારસુવિધા અને સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યા છે.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
B-602, Rameshwaram Residency, Near Lp Sawani School
Surat
395009