Samay Fire Safety
ફાયર સેફટી મોકડ્રિલ.
દરેક મહિનાની 6 તારીખે સુરતના અલગ અલગ સ્થળ પર મોકડ્રિલનૂ આયોજન સુરત ફાયર સેફટી દ્વારા કરવામાં આવતું હોય છે.
જ્યાં મોકડ્રિલનૂ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ખરેખર બનાવ બન્યો છે એ મુજબની પરિસ્થિતિ ઉભી કરવામાં આવતી હોય છે.
જેમાં સુરત પોલીસ અને એમ્બ્યુલન્સને સાથે રાખી ફાયર સેફટી ની મોકડ્રિલ થતી હોય છે.
ફાયર સેફટી ના અધિકારીઓ પોતાની તાલીમ મુજબ ખુબજં નાની નાની વાતનૂ ઘ્યાન રાખી આ મોકડ્રિલ કરતા હોય છે, એમને ફાયર સેફટી ની વધુ તાલીમ મેળવવા માટેનો પણ આ એક ભાગ ગણી શકાય.
એક સવાલ જરૂર થતો હશે કે આમજનતા ને શું ફાયદા આ મોકડ્રિલ થી?
મોકડ્રિલ જ્યાં થઇ રહીયુ છે તે જગ્યા પર કામકરતા તમામ સ્ટાફ મિત્રોને જાણકારી મળે છે કે, ભવિષ્ય માં જો ફાયરનો બનાવ બને તો એ સમયે કઈ રીતે તે પરિસ્થિતિને હેન્ડલ કરવી,
અલાર્મ સિસ્ટમ નો ઉપયોગ કેમ કરવો,
ખુબ શાંત મગજથી કઈ રીતે ત્યાં રહેલ અન્ય મિત્રોને બહાર કાઢવા,
ફાયર સેફટીની સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો,
ત્યાં રહેલ ફાયર સેફટીની બોટલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય,🧯
આ જાણકારી તમામ સ્ટાફને મોકડ્રિલના અનુભવના કારણે થઈ જતી હોય છે.
વાંચેલું કે કોઇએ કહેલું ઓછું યાદ રહે છે પણ અનુભવ ક્યારે ભુલાતો નથી.
આજ તારીખ 06/03/2022 ને રવિવારના રોજ, કતારગામ જોનમાં આવેલી પ્રેમવતી હોસ્પિટલમાં મોકડ્રિલનૂ આયોજન સવાર સવારમાં કરવામાં આવેલું હતું.
પ્રેમવતી હોસ્પિટલમાં ફાયર સેફટીનું કામ અમે (સમય ફાયર સેફટી) 1 વર્ષ પહેલા કર્યું હતું, અને આજે પણ એ હોસ્પિટલ ની ફાયર સેફટી સિસ્ટમ ની વાર્ષિક જાળવણી અમે કરીએ છીએ.
ફાયર સેફટીના અધિકારીઓ દ્વાર એ સિસ્ટમનો ઉપયોગ કરી મોકડ્રિલ ખુબ સરળતાથી પારપાડી હતી.
અને સાથે તે હોસ્પિટલના સ્ટાફને પણ પૂરતી ટ્રેનિંગ પણ આપી હતી.
જેમાં પ્રેમવતી હોસ્પિટલના ડૉક્ટર સાહેબ અને સ્ટાફએ ખુબ ઉત્સુકતાથી ભાગ ભજવી સપોર્ટ કર્યો હતો.
આ હોસ્પિટલનો સ્ટાફ, નજીકમાં આવો બનાવ થશે તો ત્યાં ફોટોગ્રાફી કરી ભીડનો ભાગ બનવા કરતા મદદરૂપ બનવાનું જરૂર વિચારશે.
👍🏻
આપણે પણ વિચારવું જોયીયે કે નાના મોટા બનાવ માં ફોટોગ્રાફી કરવી કે શક્તિ મુજબ મદદરૂપ થવું??
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Surat
395006