Hrk Help

Hrk Help

Share

તમારા બધાના સાથ અને સપોર્ટ થી દરેક સેવાનું કાર્ય થઈ રહ્યું છે તો આવી જ રીતે આગળ પણ સપોર્ટ આપતા રહેજો

15/06/2026

📍 ફડવેલ ગામ - ચીખલી તાલુકો

એક સમય એવો હતો જ્યારે આ નિરાધાર દાદા-દાદી વરસાદ, ઠંડી અને તડકાની વચ્ચે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા હતા. આજે આપ સૌના સહયોગથી તેમના નવા ઘરનું સ્વપ્ન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. ❤️

આ ઘર નિર્માણ કાર્યમાં શ્રી મારુતિનંદન હાર્ડવેર (ભાવેશભાઈ) દ્વારા પાતરા અને એંગલનું અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે. તેમના આ સહયોગથી ઘરનું કામ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને દાદા-દાદીને સુરક્ષિત આશ્રય મળવાની આશા વધુ મજબૂત બની છે. 🏠

HRK HELP Group અને HRK HELP Charitable Trust તરફથી ભાવેશભાઈનો હૃદયપૂર્વક આભાર. 🙏

આવા સેવાભાવી દાતાઓ અને સમાજના સહયોગથી જ કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.

માનવ સેવા એ જ પ્રભુ સેવા ❤️

#નિરાધારનેમદદ

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


17, Turning Point, Opp. Bank Of Baroda, Nr. Utran Community Hall, Utran
Surat
394105