Best Life Style
કેવી રહી બધા ની નવરાત્રી
13/09/2025
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું વરણ : ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે, પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય. એવો જ રૂડો દેખાણો હતો એક ગરણિયો : આજથી દોઢસો વરસ ઉપ૨ : સાતપડા ગામને ટીંબે.
સાતપડાને ચોરે મહેતામસુદી અને પગીપસાયતા મૂંઝાઈને બેઠા છે. શું કરવું તેની ગમ પડતી નથી. પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાં તોરણ બાંધવા આવ્યા છે. એટલે ના પણ કેમ પડાય ?
“બીજું કાંઈ નહિ”, એક આદમી બોલ્યો : “પણ નોખાંનોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે ? નત્યનો કજિયો ઘરમાં ગરશે.”
“પણ બીજો ઉપાય શો ! એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે, એની કાંઈ ના પડાય છે ?” બીજાએ વાંધો બતાવ્યો.
“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ; ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહિ છોડે ?”
“હા જ તો ! હજી કાલ સવારની જ વાત : સધરા જેસંગની મા મીણલદેએ મલાવ સરોવર ખાંડું થાતું’તું તોય, વેશ્યાનું ખોરડું નહોતું પાડ્યું.”
“અને આપણે ક્યાં જમીનનાં બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દિયે, એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું. બિચારાં પશુડાં પોરો ખાશે, વટેમાર્ગુ વિસામો લેશે અને વળી કજિયોકંકાસ નહિ થાય.” “પણ ઈ સાવજને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ?”
“મે’તો જાય, બીજું કોણ ?”
લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો. એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ, ભાઈ ! તમે સહુ પસાયતાઓ જઈને મારા નામે દરબારને સમજાવો.”
“તો ભલે, હાલો !” કહેતા પસાયતા ઊભા થયા; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા... પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે, તેનું સાક્ષાત્ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઈ હાલીમવાલી તો મીટ માંડી શકે નહિ. એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે: “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ. અને પછી પાયો દોરી લ્યો ઝટ.”
“બાપુ, રામ રામ !” કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા.
“કેમ શું છે ?” પ્રતાપસંગજીએ તૉરમાં પૂછ્યું.
“બાપ, વહીવટદારે કહેવરાવેલ છે કે જમીન તમારી સાચી, પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી...”
“મેલી દઉં, એમ ને ?" પ્રતાપસંગજીનો પિત્તો ફાટી ગયો : “લીલાંછમ માથાંનાં ખાતર ભર્યા છે, એ જમીન મેલી દઉં, ખરું કે ? જમીનનાં મૂલ ઈ કાછડો શું જાણે ? જાઓ ઘરભેળા થઈ જાઓ. કહેજો એને કે સીમાડે તો સરપ ચિરાણો'તો[૧], કાછડા !”
ઝાંખાંઝપટ મોં લઈને પસાયતા પાછા ફર્યા. ચોરે જઈ વહીવટદારને વાત કરી. બધા ચોરે સુનસાન થઈ બેઠા. ભાવનગર આઘું રહી ગયું, એટલે ત્યાં સમાચાર પહોંચતાં પહેલાં તો પ્રતાપસંગજી પાયા રોપી દેશે. સહુના શ્વાસ ઊંચા ચડી ગયાં છે.
“પણ તમે આટલા બધા કાંપો છો શીદ ને ? પ્રતાપસંગજી શું સાવઝ-દીપડો છે ? માણસ જેવું માણસ છે. આપણે જઈને ઊભા રહીએ, ફરી સમજાવીએ, ન માને તો પાણીનો કળશો ભરીને આડા ઊભા રહીએ. આમ રોયે શું વળશે ?”
સહુની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાઈ. આછા-પાંખા કાતરા : એકવડિયું ડિલ : ફાટલતૂટલ લૂગડાં : ખભે ચોફાળનું ઓસાડિયું નાખેલું : કાખમાં તરવાર ને હાથમાં હોકો : ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે.
“ત્યારે, ભીમા ગરણિયા,” માણસોએ કહ્યું: “તમે અમારી હારે આવશો ?”
“ભલે, એમાં શું ? તમે કહેતા હો તો હું બોલું.”
“જે ઠાકર !” કરીને સહુ ઊપડ્યા. મોખરે ભીમો ગરણિયો હાલ્યો. સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો, પ્રતાપસંગજીને ગોઠણે હાથ નમાવી બોલ્લ્યો : “બાપુ, રામ રામ !”
“રામ રામ ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ સામે જોઈ રહ્યા, મોં આડો રૂમાલ રાખીને હસવું ખાળ્યું.
“છઉં તો આયર.”
“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ !” દરબારે મશ્કરી કરી : “બોલો આયરભાઈ, શો હુકમ છે ?”
“બાપુ, હુકમ અમારા ગરીબના તે શિયા હોય ! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુનો પ્રભુ રાજી રે !”
“આયરભાઈ !” પ્રતાપસંગનું તાળવું તૂટું તૂટું થઈ રહ્યું : “તમે ભાવનગરના કારભારી લાગો છો !”
“ના, બાપ ! હું તો પસાયતોય નથી.”
“ત્યારે?”
“હું તો મુસાફર છું. અસૂર થયું છે ને રાત રિયો છું.”
“તો પછી આબરૂ સોતા પાછા ફરી જાવ !”
“અમારે આયરને આબરૂ શી, બાપ ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક જ છોડવાની બે ડાળ્યું : એક જ ખોરડું કહેવાય : ગંગાજળિયું ગોહિલ કુળ બેયનું એક જ, અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવું કજિયાનું ઝાડ કાં વાવો ?”
“હવે ભાઈ, રસ્તો લે ને ! ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે.”
“અરે બાપ !” જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે : “શેત્રુંજાના બાદશાહ ! એમ ન હોય. હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઊપડે.”
“આયરડા !!!” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા.
“બાપુ, તમારે આવું તોછડું પેટ ન જોવે, અને ભાવનગર-પાલીતાણા બાખડે –”
“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું.”
“એ ટાણે પછી તેડાવ્યાનું વેળુ નહિ રહે. ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારાં ઓવાળે ચડે, બાપુ ! ઈ ટાણે વષ્ટિનો વખત ન રહે. પછી તો જેના ઘર માથે ઝાઝાં નળિયાં –”
“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે.”
“હું તો અસૂર થયું છે તે રાત રિયો છું. પણ, બાપુ, રે'વા દ્યો.”
“નીકર ! તું શું બંધ કરાવીશ ?”
“ઈ યે થાય !”
“એ-મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી : “નાખો ખૂંટ, ગધેડીઓ ખોદો – આયરડો આવ્યો બંધ કરાવવા !”
ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંચાણી. ઉઘાડી તરવાર લઈને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું : “જોજો હો, ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો !”
ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો. જરીફોના પગ જાણે ઝલાઈ ગયા, ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું: “ત્યાં જ બેઠા રેજો, દરબાર ! નીકર ઓખાત બગડી જશે. હું તો આયરડો છું. મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે. પણ જો તમારા ગળાને આ કાળકા લબરકો લેશે ને, તો લાખ ત્રાંસળિયું ખડખડી પડશે, શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય.”
"વાચક મિત્રો આ નવલકથા આપ ગુજરાતી દેશી ઢોલના તાલે ફેસબુક પેજ પરથી વાંચી રહ્યા છો, સાહિત્ય રસિકોને વિનંતી છે કે અમારી ચેનલમાં જોડાઓ જેથી કરીને આપને નવીનતમ અપડેટ મળતી રહે.[લિંક કૉમેન્ટમાં છે]"
પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો. સોળ કળાના હતા, પણ એક કળાના થઈ ગયા. આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી. ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો : “અમારું માથું તો ઘરધણી માણસનું, દરબાર ! ચાળીનો બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો. હાલ્યા છો કે હમણાં ઉતારી લઈશ માથું – ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ.”
ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડિલ ધ્રૂજી ઊઠ્યું. માણસોએ ભીમાને ઝાલી લીધો. પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા. બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોંચી ગયા.
આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે. એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો.
“દરબાર કેમ દેખાતા નથી ?”
“મામા, એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે. બા'રા નીકળતા જ નથી.”
“માંદા છે ?
“ના, મામા, કાયા તો રાતીરાણ્ય જેવી છે.”
“ત્યારે ?”
“ઈ તો રામધણી જાણે. પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે. વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ભોંઠામણ દીધું.”
“ઠીક, ખબર આપો દરબારને, મારે મળવું છે.”
એનું નામ હતું વાળા શામળો ભા. દાઠા તરફના એ દરબાર હતા : પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતા : માથા ઉપર ત્રણ મલોખાં મેલીને ફગ બાંધતા હતા. (‘ફગ’ એ જૂના જમાનાની પાઘડી હતી) એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયાવાડમાં પથરાઈ ગઈ હતી. મેડી ઉપર જઈને એણે દરબારને હિંમત દીધી : “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય, દરબાર ! અને, એમાં ભોંઠામણ શું છે ?”
“પણ, વાળા ઠાકોર, માળો એક આયર નરપલાઈ કરી ગયો !”
“અરે, સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું. આયરડું શું –”
“રંગ, વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્ફૂર્તિ આવી. પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડ્યો, અને બોલ્યા : “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી, હો ! આયર બહુ કોબાડ માણસ છે, બહુ વસમો છે.”
“હવે દોથા જેટલો છે ને ?”
“અરે, રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર, ઈ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હો ! જાળવો તો ઠીક.”
“તાડ જેવડો છે કે કાંઈ નાનોમોટો, એ હું હમણાં માપી આવું છું. દરબાર, તમતમારે લહેરથી કસુંબો પીઓ. બાકી એમ રોયે રાજ નહિ થાય.”
દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા. ઢોર વાંભવાની વેળા થઈ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા. ગોવાળને હાકલ દીધી : “એલા આયડું ! કયા ગામનો માલ છે ?”
“બાપુ, સાતપડાનો.”
“હાંક્ય મોઢા આગળ, નીકર ભાલે પરોવી લઉં છું.”
“એ હાંકું છું, બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે’વાઉં.” એમ કહીને ગોવાળે ગાયોભેંસો ઘોળીને પાલીતાણાને માર્ગે ચડાવી. મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના.
ધ્રસાંગ ! ધસાંગ ! ધસાંગ ! સાતપડે ઢોલ થયો. પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે, એમ વાવડ પહોંચ્યા. પણ આયરો બધા જોઈ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા, તરવારો બાંધીને હાલ્યા જાય છે. એને જિતાશે શી રીતે ! સહુનાં મોં ઝાંખાંઝપટ થઈ ગયાં.
ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી. ચોરે જઈને છૂટે ચોટલે એણે ચસકો કર્યો : “અરે આયરુ ! એ ભાઈ પસાયતાઓ ! કોઈ વાસ નહિ રાખે હો ! અને આજ ગરણિયો ગામતરે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”
એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો. ખાંભળે ભાલું : ખભામાં ઢાલોત૨ : કેડ્યે તરવાર : અને હાથીના કુંભાથળને માથે જાતી ડાબા માંડે એવી રાંગમા ઘોડી. ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું: “શો ગોકીરો છે, ભાઈ ?”
“ભીમભાઈ, દુશ્મનો ફેરો કરી ગયા.”
“કોણ ?”
“પાલીતાણાના દરબારનો સાળો.”
સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઈ ગયાં. હાકલ કરી કે “એલા આયરો, ઊભા થાઓ, નીકર કોઈ વાસ નહિ રાખે.”
“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય” પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઈ હતી, પણ ભીમે પાણી ન માગ્યું, સાંગ માગી; ઘોડાનું પલાણ ન છાંડ્યું. આયરાણીએ દોટ દીધી, ધણીની દેલિયા સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી. સાંગ દઈને બાઈ પાછી વળી; માથે મોતીભરેલી ઈંઢોણી મેલીને હેલ્ય ચડાવી, ખંભે સાંબેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી. ઘરેઘરમાંથી આયરની વહુ-દીકરીઓ હેલ્યો ને સાંબેલા લઈને નીકળી. રણઘેલડી આયરાણીઓનો હેલારો ચડ્યો.
ગામ હલક્યું. ખંપાળી, કોદાળી કે લાકડી ઉપાડી, રીડિયાચસકા કરતું ટોળું નીસર્યું. મોખરે ભીમો પોતે ઘોડી ઉપર, ને બીજા બધા પાળા : ભીમો એકલો છે, પણ એકે હજારા જેવો દેખાય છે. ઘોડીને આધસોડે લેતો આવે છે. માણસો વાંસે દોડ્યા આવે છે.
આયરાણીઓનો ફેલાવો ગાજતો આવે છે.
સીમાડે માલ દેખાણો. શામળા ભાએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી : કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી : ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી : વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે.
“અરે, એક અસવાર બાપડો શું કરતો’તો ? એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો. હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા, હાથમાં ગણણ...ગણણ...ગણણ સાંગ ફરતી આવે છે. આવતાં જ હાકલ કરી. તાડ જેવડો થયો. “ક્યાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવાર ઓઝપાણા. ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો, પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી. પાટીએ ચડાવ્યો.
લગાફગ...લગાફગ...લગાફગ કરતા ભા ભાગ્યા; દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં થઈ રહ્યાં. ફરડક-હું, ફરડ ! ફરડક-હું, ફરડ ! ફરડક-હું, ફરડ ! એમ ફરડકારા બોલાવતા ભા’ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઈને પછી લગોલગ થઈ ભીમાએ સાંગ તોળી. બોલ્યો : “જો, મારું તો આટલી વાર લાગે. પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસે; તું પાલીતાણા - કુંવરનો મામો કે’વા ! પણ જો ! આ તો નહિ મેલું.”
એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી મલોખાંની ફગ ઉતારી દીધી. સાંગની અણીમાં પરોવાયેલી ફગ લઈને આયર પાછો વળ્યો. કાંધરોટો દેતો નીકળ્યો. દોઢસો અસવારોની ગાંઠ પડી ગઈ છે, પણ કોઈએ તેને છંછેડ્યો નહિ.
શામળો ભા તો પાટીએં ચડી ગયા, તે ઠેઠ ડુંગરામાં દરશાણા.
એક કહેઃ “અરે, બાપાની ફગ ઉપાડી લીધી.”
બીજો કહે: “ઈ તો માથાનો મેલ ગયો.”
13/09/2025
નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ ! ઠમ ! ઠમ ! પડતો હતો, અને નીચાં ઘરનાં નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખાબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ ! એવા ભાતભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતાં હતાં. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે –
"ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”
“શું ચમત્કાર?”
"કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરેહાલ ચારણ, વાર્તા-કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંઈક થાવો છે, બા? સહુને આપે તેમ એને પણ શીખ આપી : ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે'તું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો : એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈને પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીકઠીક જામી ગયું અને નાડ્યું તૂટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો. થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું: ‘લ્યો ગઢવા!’
ગઢવો: ‘આ ક્યાંથી, બાપ?’
આદમી કહેઃ ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’ ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ : શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો : ગામેતીને પગે પડીને બોલ્યો: ‘બાપ, ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને આજ નવું જીવતર દીધું.’
ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’
‘બાપ ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું, એ તો તું વિના બીજો કોણ કરે ?’
‘ના, ભાઈ ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને ! કોણ આવ્યું’તું?’
‘અરે, બાપ ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું !’
સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’
“આવો ચમત્કાર બન્યો, ભાઈ !”
“ઓહોહોહો ! હજીયે શું માંગડા વાળાનો છુટકારો નહિ થયો હોય ?” માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા.
બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી માંગડા વાળાની.”
અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડો વાળો કોણ ? ક્યાંનો ?”
“માંગડો વાળો આપણી ધાંતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠા વાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”
એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણેણાટી બોલાવતાં એ વાતડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :
હુઇ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં,
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ.
દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી; રાજકુળમાંથી દળકટક છૂટ્યાં; કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળી જાય છે; મામા ભાણ જેઠવાએ કહ્યું કે ‘સહુ ચડજો, પણ ભાણેજ માંગડાને જગાડશો મા. એ પારકી થાપણ છે, પરોણો છે.’
"વાચક મિત્રો આ નવલકથા આપ ગુજરાતી દેશી ઢોલના તાલે ફેસબુક પેજ પરથી વાંચી રહ્યા છો, સાહિત્ય રસિકોને વિનંતી છે કે અમારી ચેનલમાં જોડાઓ જેથી કરીને આપને નવીનતમ અપડેટ મળતી રહે.[લિંક કૉમેન્ટમાં છે]"
પણ માંગડાનાં તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સરજાયું નહોતું, પાટણ[૧]ના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું : ઊંઘમાંથી એ ઊઠ્યો. દરબારગઢ સૂનકાર દીઠો; જાણ થઈ કે મામા ફોજ લઈને ગયાઃ અરે, હાય હાય ! હું ગા’ની વારે ન ચડું ! એવી ઊંઘ !
ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર.
[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે; આહા ! સાચા વીરને એક જ વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની – ઝંખના હોય છે.]
અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારના રામરામ કરવા હતા.
ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ,
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો.
ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.
અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા !
[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.]
માટે –
માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ,
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા !
[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.]
“ના, ના, પદ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વારે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહિ. પણ તું વાટ જોજે. હમણા પાછો વળું છું. પછી રમી લેશું.”
ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ-ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.
જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ,
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.
[ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા !”]
પણ ત્યાં તો –
કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ,
અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો.
[ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.]
❀
વળી છે પાછી વાર, ભૂંડે મોટે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.
[પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય ?]
પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.
[આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને !]
કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કૉલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?]
ત્યાં તો –
""
ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ
એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.
[સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો !]
અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો :
પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો,
ઝાઝા દેજો જુવાર, મરતાં બોલ્યો માંગડો.
[હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો !]
વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો,
(ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો.
સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની,
કરો મા કલ્પાંત, મારે ઊભી પદ્માવતી.
માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પાવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.
પદ્માવતી શું બોલે છે ? –
મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના,
રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો.
[મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે ! એવી હું અભાગણી ! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.]
❀
ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રજપૂત ગામધણી અરસી વાળો વોળાવિયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસી વાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યાં !
અરે! આ શું ? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આ તો ટાઢા નહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીનાં છાંટાં : અરે, ના રે ના ! આ પાણી નો’ય ! આ તો કોઈનું ધગધગતું લોહી !
વોળાવિયો ક્ષત્રિય અરસી વાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી :
“કોણ છો?”
“ભૂત છું !”
સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.
[હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે. પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી ! ઓહો, કેવી દારુણ !]
“ભૂતડો છો? કોનો ભૂત?”
“ન ઓળખ્યો, કાકા?”
હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,
પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.
“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે. તારો પણ દીકરોઃ ને તું મારો બાપ: છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.”
“અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં?”
ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –
માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડી.
ન વીંધાણાં તડમાંય, પદમાસું પરણ્યા વિના.
“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વીંધાવું પડ્યું. અને, કાકા, હવે. તો –
ભેળાં થાયી ભૂત, આડી ગર્યું ઓળંગવા,
તને સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.
આંહીં ભૂતાવળના વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા લખીએ છીએ, પણ અમારાં અંગો વાસનાની આગથી સળગી ઊહ્યાં છે, તે તારી મદદ વગર નહિ ઓલવાય, હે કાકા!”
“તે હવે હું શું કરું, બેટા?”
“મને પાટણ તેડતો જા. મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”
“અરે ગાંડા ! તું પ્રેત છો. તને કેમ કરીને લઈ જાઉં?” "બસ, કાકા?”
સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારા થિયાં,
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.
“હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?”
જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન,
અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ.
"ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે –
સખ હૂતું સગા, (તે તો) પદમાસું પાટણ રિયું,
અરસી આ વનમાં, ભૂતથી ભળવું પિયું.
“હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે."
“શી રીતે?”
“તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”
“પછી?”
“પછી પાછો વળીને આંહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”
કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બીને આંહીં જ ફાટી પડશે! શું કરું? વિમાસણ થઈ પડી.
“કાકા!” ભૂતનો અવાજ આવ્યો: “વાણિયાને ભડકાવવા નથી. હું આંહીં મારી માઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”
ઘોડાને માણું બાજરો, બળદને બો'ળા ખાણ,
જમાડે વાળાની જાન, ભલ ખાંતેથી ભૂતડો.
ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાંને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધાં. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે !
અરસીએ વાત ઉચ્ચારી : “શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહીં ઉતારી મેલશું.”
વાણિયા કબૂલ થયા.
❀
ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ, વેલો ધાંત્રવડા ધણી !
[પીઠીભરી કન્યા પદ્માવતી પાટણની મેડીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગન મંડાયેલ છે. હું કોઈને મોંએ મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે; નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે.]
જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતાં પદ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહિ, પણ ખુદ માંગડાને – દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી આંહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો?
પરણી ઊતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતાં અંધારામાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજો ભડકારૂપે છલંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચૉરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલંગ મારીને પદ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઊતરી પડી.
“અરે, હાં ! હાં ! વહુ દીકરા ! શું થયું?”
“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું?”
“અરે દીકરી, એ તો બનાવટી હતો !”
"ગમે તે હોય ! બીજાનાં મીંઢોળ ન બાંધું.”
સમજાવી, પણ ન સમજી, ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી, વેલડાનાં પૈડાંના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બિવરાવવા લાગ્યું અને માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા ! એવા ત્રણ સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઊઠીને ભયંકર બની જતી એ એક એક ચીસના જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડક વડલાની ડાળે ડાળે ઊઠવા લાગ્યા.
વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) કિસે ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.
[વડલા, તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઊઠી છે. હું દિવસરાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું?]
એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.
ડાળે ડાળે હું ફરું, પાને પાને દુઃખ,
મરતા માંગડા વાળો, સ્વપ્ન ન રહ્યું સુખ.
એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઈયે નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળારૂપે જંગલને સળગાવી રહી છે.
દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે.
❀
બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.
ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.
જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આ જ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”
અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજજડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.
અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.
ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.
વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા.
મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે; જંપ લેતો જ નથી.
મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહિ. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.
સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજર કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.
તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયાં, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો: “ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું !’
“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”
રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા. એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.
વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડી ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું: “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણક્યા કરો છો કેમ ?”
“તમને એ જાણીને શો ફાયદો છે ?”
“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહિ તો જીવતર શા ખપનું છે ?”
“
“અમારે માથે આળ ચડે તે બીકે.”
“શેનું આળ ?”
“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારાં લેવાય ! અમે રહ્યા બહારવટિયા અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે ! અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”
“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરો છો ?” ના........
Jay mataji
Click here to claim your Sponsored Listing.
Culinary Team
Attire
Contact the practice
Telephone
Website
Address
Surat