Jivdaya Group Rajkot

Jivdaya Group Rajkot

Share

13/03/2026

*જીવદયા ગ્રુપ રાજકોટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, તથા એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ કલબના સંયુક્ત ઉપક્રમે*

*ગ્રીન કલરના બર્ડ ફીડર, લાકડાના માળા, પક્ષીના પાણીના પીવાના કુંડાનું રવિવારે સવારે ૬:૩૦ વાગ્યે મેયર બંગલાની સામેથી નિશુલ્ક વિતરણ કરાશે*

*દેહદાન, અંગદાન અને ચક્ષુદાન નાં સંકલ્પપત્રો ભરાવવાનું આયોજન*

જીવદયા ગ્રુપ રાજકોટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ કલબ સંયુક્ત નાં ઉપક્રમે રવિવાર તારીખ ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ રેસકોર્સ રીંગ રોડ મેયર બંગલાની સામેથી સવારે ૬:૩૦ કલાકે બર્ડ ફીડર(ગ્રીન કલરના), પક્ષીના પાણીના પીવાના કુંડા, ચકલીના માળા નું નિઃશુલ્ક વિતરણ સાથોસાથ અંગદાન, ચક્ષુદાન, દેહદાન વગેરેના સંકલ્પપત્રો ભરાવવાનું આયોજન છે. જીવદયા ગ્રુપના મોભી શ્રી ઉપેનભાઈ મોદી, સ્વામી વિવેકાનંદ યુથ કલબ નાં શ્રી અનુપમભાઈ દોશી, મુકેશભાઈ દોશી વગેરે ટીમ, કરુણા ફાઉન્ડેશન ના શ્રી મીતલભાઈ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી તેમજ બાપા સીતારામ ગૌ સેવા મંડળના શ્રી સમીરભાઈ કામદાર તેમજ અંગદાન માટે શ્રી ભાવનાબેન મંડલી ના કુશળ માર્ગદર્શન હેઠળ લીનીત એક્ષપોર્ટ પ્રા. લી. નાં આશિષભાઈ પંડ્યા અને તેમની સાથેના મિત્રોના સહકારથી સર્વે શ્રી પ્રકાશ મોદી (૯૪૨૬૨૪૦૨૮૭), સમીર કામદાર(૯૮૨૪૨૮૧૮૩૬), નિરવ સંઘવી, હરેશ દોશી, વિરેન્દ્ર સંઘવી, દિનેશ મોદી, અરૂણ નિર્મળ, હિમાંશુ ચીનોય, હર્ષદ મહેતા, ભરત બોરડીયા, કિર્તીભાઈ પારેખ, શૈલેષ ઉદાણી, જીગર દોમડીયા, મેહુલ રવાણી, વિજય દોશી, હિરેન કામદાર, નિલેશ શાહ, નીરવ પારેખ, માંડણ ભરવાડ,વંશ શેઠ, પારસ મોદી વગેરે વિતરણ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

17/01/2026
Want your organization to be the top-listed Non Profit Organization in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Rajkot
Rajkot
360001