HNGU - PATAN
24/12/2025
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી દ્વારા “NMR spectoscopy- proton NMR, C13 spectoscopy વિષય પર ચાર દિવસીય વર્કશોપનું આયોજન તારીખ ૩ થી ૬ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલ છે જેમાં ડૉ ડી.આઈ.બ્રહ્મભટ્ટ પ્રોફેસર અને હેડ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર વિદ્યાર્થીઓને NMR વિશે માહિતગાર કરી રહ્યા છે પ્રોફેસર બ્રહ્મભટ્ટ ભારતમાં NMR ના એક્સપર્ટ છે આ વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ ડો કે.સી. પોરિયા હાજર રહી વિધાર્થીઓ અને રિચર્ચરરને સંશોધનમાટેના કેટલાક ઉપયોગી મુદ્દાઓ અને સંશોધનને કેવી રીતે વધુ સારું બનાવી હાલના સમયમાં જરૂરી એવા ક્ષેત્રો વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા આ વર્કશોપનું આયોજન રસાયણ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો સંગીતા શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે ડો સંગીતા શર્મા એ સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી તથા સંશોધન ક્ષેત્રે NMR ની ઉપયોગિતા વિશે માહિતગાર કર્યા હતા આ વર્કશોપમાં સ્નાતક, અનુસ્નાતક, રિસર્ચ સ્કોલર, ફેકલ્ટી મળી કુલ ૧૩૦ જેટલા લોકો જોડાયા છે આ વર્કશોપ દરમિયાન ૨-ડી, ૩-ડી NMR ની ઉપયોગિતા એક્સપર્ટ શીખવવાના છે વર્કશોપનું નુ સંચાલન ખુશી અને આભાર વિધિ ડૉ હરિભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી છે ઉપરાંત વર્કશોપનું સફળ આયોજન અને સંચાલન ડો રિગ્નેશ પટેલ, શ્રી સુરેશ પ્રજાપતિ અને ડો પાર્થ બારોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે
Click here to claim your Sponsored Listing.
Category
Contact the university
Telephone
Website
Address
Post Box No: 21, University Road
Patan
384265