Parth Studio

Parth Studio

Share

ધીમે ધીમે દરિયામાં અદ્રશ્ય થઈ રહ્યું છે આ શહેર 15/01/2017

તમે કદી સાંભળ્યું છે કે દુનિયાનું કોઈ શહેર ધીમે ધીમે દરિયામાં ડૂબી રહ્યું હોય? તમને સાચુ નહીં લાગે પણ સત્ય છે. અમે તમને મેક્સિકોની ખાડીમાં આવેલા લુસિયાના ડેલાક્રોઈક્સ શહેર વિશે જણાવીશું. આ શહેરનો ખાસ્સો ભાગ ધીમે ધીમે દરિયામાં સમાઈ રહ્યો છે. લોકોને આ વિશે માહિતી મળે એ માટે અહીના ફોટોઝ પણ ખાસ્સા વાયરલ થઈ રહ્યાં છે.


છેલ્લાં 100 વર્ષોમાં ડૂબી ચૂકી છે 1880 સ્ક્વેર મીલથી વધારે જમીન....
એક રિપોર્ટ મુજબ છેલ્લાં 100 વર્ષોમાં લુસિયાનાની 1880 સ્ક્વેર મીલ જમીન દરિયાના પાણીમાં ડૂબી ચૂકી છે. આમ તો અહીના શહેરોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. પરંતુ ચિંતાની વાત એ છે દરિયો સતત આગળ વધતો જ જાય છે. જેમાં સરેરાશ 17 સ્ક્વેર મીલ જમીન તો દર વર્ષે ગુમાવવી જ પડે છે. અહીની ઘણાં વડિલોએ તો પોતાની નજર સામે જ શહેરને પાણીમાં સમાતું જોયુ છે. આવા જ એક વડિલ રૉકી મોરલ્સ કહે છે કે બાળપણમાં અમે જ્યાં સંતાકૂકડી રમતાં હતા તે જગ્યાં હવે રહી જ નથી. આ સમસ્યાને લીધે અહીં રહેતા ઘણાં માછીમારો પણ શહેર છોડીને જતા રહ્યાં છે.

14.5 બિલિયન ડૉલરની ફ્લૂડ પ્રોટેક્શન સિસ્ટમ લગાવાઈ
એવું પણ માનવામાં આવે છે કે જો દરિયાઈ તોફાન આવશે તો શહેરનો ખાસ્સો ભાગ પ્રભાવિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આશરે 11 વર્ષ પહેલાં અહીં કેટરિના તોફાન આવ્યું હતું. જેમાં 1800 લોકોના મોત થયા હતા. આવામાં હવે લુસિયાનાની ન્યૂ ઑર્લિન્સ નામની જગ્યાને તોફાનથી બચાવવા માટે 14.5 બિલિયન ડૉલરની ફ્લૂડ પ્રોટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. પરંતુ ડેલોક્રોઈક્સ જેવા નાના શહેરોને બચાવવા ખાસ પ્રયાસો નથી કરવામાં આવ્યાં. એક્સપર્ટનું માનવું છે કે જો નાના શહેરોમાં પાણીમાં ડૂબી જશે તો પછી ઓર્લિન્સનો જ નંબર આવવાનો છે.

Photos 10/01/2017

सुल्तान के इस महल को बीजिंग के फॉरबिडेन सिटी के बाद दुनिया का दूसरा सबसे बडा पैलेस माना जाता है। हसनल को कारों का भी काफी शौक है। इनके पास 7000 गाडियों का काफिला है और खुद का सोने के प्लेन भी है। फोर्ब्स के मुताबिक, 2008 में हसनल की दौलत 1363 अरब रुपए आंकी गई थी।

Want your business to be the top-listed Clothing Store in Morvi?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Antila Ceramic Pvt. Ltd
Morvi
363641