HSA Tv

HSA Tv

Share

05/12/2025

ગુજરાત ATSને મળી મોટી સફળતા, દેશની જાસૂસી કરતા બે ગદ્દારો દબોચાયા, દમણમાંથી મહિલા, ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ

Photos from HSA Tv's post 03/12/2025

ચાચાપર ગામે 20થી વધુ કુંજ પક્ષીઓના ભેદી મોત

સીમમાં મૃતદેહો મળ્યા. ફોરેસ્ટ વિભાગે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી

મોરબી : ચાચાપર ગામની સીમમાં 20થી વધુ કુંજ પક્ષીઓના ભેદી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળની મુલાકાત લઈ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાચાપર ગામની સીમમાં ગઈકાલે સાંજે એકસાથે 20થી 25 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ જોવા મળ્યા હતા. જેને પગલે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ ક૨ી હતી. આ અંગે વિગતો આપતા ગામના ખેડૂત દિનેશભાઈ ડોઢણીયાએ જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગની ટિમ આજે અહીં આવી હતી. તેઓ તપાસ અર્થે 3 મૃતદેહો લઈ ગયા છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે અહીં દર શિયાળે મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ આવે છે. આ વખતે પણ ઠંડીની શરૂઆત થતા જ પક્ષીઓ આવતા હતા. પણ કોઈ કારણોસર આજથી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા છે.

આ મામલે ફોરેસ્ટ અધિકારી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ટીમને ઘટના સ્થળે મોકલી હતી. પક્ષીના મૃતદેહનું પીએમ કર્યા બાદ સાચું કારણ જાણવા મળશે.

Want your business to be the top-listed Media Company in Morbi?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Morbi
363641