Ghanshyam patel

Ghanshyam patel

Share

Photos from Ghanshyam patel's post 23/02/2026
Photos from Ghanshyam patel's post 23/02/2026

લીગલ જાગૃતિ ...વડા દીતવારનો પવિત્ર સંકલ્પ..

ફાગણ માસના પ્રથમ રવિવારે વડા દીતવાર નિમિત્તે ભમરેચી માતાજી મંદિર ખાતે ભવ્ય મહામેળા પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા લીગલ જાગૃતિ સેમિનાર યોજાયો...

ધાર્મિક અને સાંસ્કૃતિક સમાગમ વચ્ચે કાનૂની જાગૃતિનો આ અનોખો પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો... સેમિનારમાં ભક્તજનો અને ગ્રામજનોને ..

• મફત કાનૂની સહાય યોજના,
• નારી અને બાળ સુરક્ષા કાયદા
• બંધારણીય મૂળભૂત અધિકારો
વિશે સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે ચીફ એલ.એ.ડી.સી. શ્રી ડી. એલ. વણકર, ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. શ્રી એ. એ. શેખ, ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. શ્રી પી. ડી. ભરાડા, ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. શ્રી જી. એમ. પટેલ તથા આસિસ્ટન્ટ એલ.એ.ડી.સી. શ્રી ડી. જી. વણકર ઉપસ્થિત રહ્યા.

ડેપ્યુટી ચીફ એલ.એ.ડી.સી. તથા રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ એડવોકેટ શ્રી ઘનશ્યામભ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે –
“ન્યાય માત્ર અદાલતોમાં સીમિત નથી; ન્યાય ત્યારે જીવંત બને છે જ્યારે સામાન્ય નાગરિક પોતાના અધિકારો વિશે જાગૃત બને. કાનૂની સહાય દરેક માટે ઉપલબ્ધ છે .. જરૂર છે તો માત્ર જાણકારી અને સંકલ્પની.”

આ સેમિનાર દ્વારા ધાર્મિક મેળાને કાનૂની જાગૃતિના ઉત્સવમાં પરિવર્તિત કરવામાં આવ્યો. સમાજમાં ન્યાય, અધિકાર અને જવાબદારી પ્રત્યે જાગૃતિ વધે – એ જ આ પ્રયાસનો મુખ્ય હેતુ રહ્યો.

ન્યાય ગરીબ અને વંચિત સુધી… કાયદો અને કરુણા સાથે-સાથે...

Photos from Ghanshyam patel's post 20/12/2025

Legal awareness..

અરવલ્લી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ જાહેર: કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો | Oscar News Agency | Gujarati 31/07/2025

અરવલ્લી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ જાહેર: કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો | Oscar News Agency | Gujarati અરવલ્લી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ જાહેર: કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોલીગલ એડ કાઉન્સિલની દલીલો સફળ: પોક્સો કેસમા.....

Photos from Ghanshyam patel's post 29/07/2025

શીણાવડ હાઈસ્કૂલમાં POCSO જાગૃતિ શિબિર – બાળકો માટે જ્ઞાન, મજા અને જાગૃતિનો સમાનોઘટ મેળાવડો!..

આજરોજ મોડાસા તાલુકાની શીણાવડ હાઈસ્કૂલ ખાતે બાળમિત્રો માટે અનોખું અને અર્થપૂર્ણ આયોજન કરવામાં આવ્યું – POCSO કાયદા અંગે જાગૃતિ શિબિર.
આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ બાળકમિત્રો માટે મોબાઈલના દુરુપયોગ, કુમળા વય ના બાળકો "પ્રેમ"ના ખતરાઓ અને POCSO કાયદાના દાયરા વિશે સરળ ભાષામાં સમજ આપવાનું હતું...

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા: 🔹 શ્રી બી.એન. પટેલ સાહેબ – સિનિયર સિવિલ જજ અને ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, અરવલ્લી..

શ્રી ડી.એલ. વણકર સાહેબ – ચીફ એલ.એ.ડી.સી., અરવલ્લી

એડવોકેટ ઘનશ્યામ પટેલ – ડેપ્યુટી એલ.એ.ડી.સી., અરવલ્લી (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

વિશેષ નોંધનીય વાત એ રહી કે શ્રી ઘનશ્યામ પટેલ દ્વારા બાળકોને "મોબાઈલ, reel અને real ભવિષ્ય" વિષય પર હાસ્યસભર, સરળ અને હૃદયસ્પર્શી સંવાદ સાથે કાયદાની ગંભીરતાઓ સમજાવવામાં આવી. બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર સાંભળ્યું, હસ્યા પણ અને શીખ્યા પણ!

📌 બાળકોને સમજાવવામાં આવ્યું કે… 🔸 18 વર્ષની ઉંમર પહેલા જે કોઈ જાતીય સંપર્ક કે ખોટી હરકતો કરે છે – તે POCSO કાયદા હેઠળ ગુનો બને છે...

🔸 મોબાઈલ અને સોશિયલ મીડિયા ખોટી દિશામાં લઈ જતું હોય તો થંભવું જરૂરી છે...

🔸 1098 જેવી હેલ્પલાઈન સાથે બાળકો કોઈ પણ ખોટી સ્થિતિમાં સહાય મેળવી શકે છે...

🎓 આ સમગ્ર શિબિરનું સુચારૂ સંચાલન આચાર્યશ્રી મયુર પટેલ અને શાળાના શિક્ષકમંડળે ભાવપૂર્વક કર્યું...
વિદ્યાર્થીઓએ અંતે પોતાના પ્રશ્નો પણ પુછ્યા અને કાયદાને સમજી તેના અનુભવ વ્યક્ત કર્યા...

💬 બાળમિત્રો માટે સાચા અર્થમાં આજે કાયદો એક કઠણ શબ્દ ન રહી, પણ રક્ષણકવચ બનીને ઊભો રહ્યો!

💐 શીણાવડ હાઈસ્કૂલની સમગ્ર ટીમ અને તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર, જેમના સહયોગથી આવું સારા ઉદ્દેશનું કાર્યક્રમ સફળતાપૂર્વક સંભવ બન્યો...

Want your practice to be the top-listed Law Practice in Modasa?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Modasa
383315