Info Jamnagar Gog

Info Jamnagar Gog

Share

Photos from Info Jamnagar Gog's post 06/07/2026

હવે ખેડૂતોને મળશે સીધું બજાર અને શહેરીજનોને શુદ્ધ-રસાયણમુક્ત આહાર

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન જીવાણીના હસ્તે જામનગરના રણમલ તળાવ ખાતે પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણ કેન્દ્ર ખુલ્લું મુકાયું

જામનગર તા.૦૬ જુલાઈ, જામનગર શહેરના હાર્દ સમાન રણમલ તળાવ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન જીવાણીના હસ્તે તથા જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રનો મુખ્ય આશય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશો માટે નિયમિત-વિશ્વસનીય બજાર પૂરું પાડવાનો અને શહેરી ગ્રાહકોને સીધા જ ખેડૂતો પાસેથી ગુણવત્તાસભર ઓર્ગેનિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.લોકાર્પણ બાદ મહાનુભાવોએ વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો સાથે આત્મીય સંવાદ સાધી તેમના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.

સામાન્ય રીતે ખેડૂતો માટે ઉત્પાદન પછી બજાર વ્યવસ્થા અને યોગ્ય ભાવ મેળવવો એ સૌથી મોટો પડકાર હોય છે. આ પડકારના કાયમી ઉકેલ તરીકે આ કેન્દ્ર શરૂ કરાયું છે. અહીં કોઈ વચેટિયા કે મધ્યસ્થી ન હોવાથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર મળશે, જ્યારે બીજી તરફ જામનગરના નાગરિકોને તાજી, ગુણવત્તાસભર અને સંપૂર્ણ રસાયણમુક્ત કૃષિ પેદાશો એક જ સ્થળેથી વ્યાજબી ભાવે પ્રાપ્ત થશે. આ પહેલથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો ભરોસો વધુ દ્રઢ બનશે.

"પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા, જળ સંરક્ષણ અને પર્યાવરણના રક્ષણ સાથે સમાજને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી જતી એક લોકચળવળ છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેનો આ સીધો સંપર્ક કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.

*૫૦ થી વધુ ખેડૂતો દ્વારા વૈવિધ્યસભર ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ*

લોકાર્પણ પ્રસંગે જિલ્લાના આશરે ૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર પર ખેડૂતો દ્વારા કુદરતી પદ્ધતિથી પકવેલા અનાજ, કઠોળ, મસાલા, તેલીબિયાં, ગાયનું શુદ્ધ ઘી, દૂધ, ગુલકંદ, દેશી ગોળ, અથાણાં, વિવિધ મૂલ્યવર્ધિત ખાદ્ય ચીજો તેમજ ઋતુગત તાજા શાકભાજી અને ફળોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ દરેક સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોના પેકેજિંગ અને ગુણવત્તાની બારીકાઈથી માહિતી મેળવી હતી.

Want your organization to be the top-listed Government Service in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Address


Seva Sadan-2, Lal Bunglow Circle, First Floor, District Information Office
Jamnagar
361001

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm