Jignesh Boliya
31/05/2026
પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી અને વડોદરા લોકપ્રિય સાંસદ શ્રી ડો.હેમાંગભાઈ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે બોટાદ શહેર માં જય દ્વારકાધીશ હોટલ ખાતે " ચાય પે ચર્ચા " કરવામાં આવી તેમજ બોટાદ તાલુકા ના નાગલપર ગામે પ્રસિદ્ધ ભૂંગળા બટેટાનો સ્વાદ લઈ સંગઠનાત્મક વિષયો પર હળવી ચર્ચા કરી જેમાં સૌ હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા..
સ્વાદ, સ્નેહ અને સંગઠનના સંકલ્પોથી ભરપૂર આ મિલન સૌ માટે આનંદદાયક અને યાદગાર બની રહેશે...
29/05/2026
જય ખાટ્ટુ શ્યામજી 🙏🚩
રાજસ્થાન ના સિકર જિલ્લાના ખાટ્ટુ શ્યામનો ઇતિહાસ મહાભારતના મહાન યોદ્ધા બર્બરિક (ઘટોત્કચના પુત્ર અને ભીમના પૌત્ર) સાથે જોડાયેલો છે,તેમણે મહાભારત યુદ્ધમાં 'હારનાર પક્ષ' તરફથી લડવાનું માતાને વચન આપ્યું હતું, ભગવાન શ્રીકૃષ્ણએ તેમની પરીક્ષા લઈ બલિદાન માંગતા, બર્બરિકે હસતાં હસતાં પોતાનું શીશ (માથું) દાનમાં આપ્યું હતું, તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણએ તેમને કળિયુગમાં પોતાના નામે 'શ્યામ' તરીકે પૂજાવા અને હારેલાના સહારો બનવાનું વરદાન આપ્યું હતું.
ખાટ્ટુ ગામમાં સૌપ્રથમ આ શીશની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ ઈ.સ. ૧૭૨૦ માં મારવાડના રાજા અભય સિંહે આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું..
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Botad
364710