સંજય મેનાબેન રાવલ એ “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ” માટેના એક બહુ જાણીતા ગુજરાતી સ્પીકર છે. તેઓ રોજબરોજના ઉદાહરણો દ્વારા સાચી તથા એકદમ ઉપયોગી માહિતી સમજાવવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેઓ વ્યક્તિઓને ભયમુક્ત જીવન, વ્યકિતત્વ વિકાસ અને હકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. એમના સેમીનારના વિડીયો છેલ્લા ૧ વર્ષમાં ૧ કરોડથી વધુ લોકોએ સોસીઅલ મિડિયા પર જોયા છે.
સંજય રાવલની સોસીયલ મિડિયા પોસ્ટ લાખો
લોકો સુધી પહોંચી રહી છે. તેઓ લોકોને સતત ભયમુક્ત જીવન જીવવા અને તેમની આંતરિક ક્ષમતાનો અહેસાસ કરાવીને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી રહ્યા છે.
ઘણી જ જાણીતી સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ અને કંપનીઓની ખાસ ઇવેન્ટ્સમાં તેઓને “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ” ના સેમીનાર માટે લગભગ ૫ વર્ષથી આમંત્રિત કરવામાં આવે છે સંજય રાવલના બધા જ સેમીનાર વિનામૂલ્યે કરવામાં આવે છે. તેઓ આ બધાજ સેમીનાર કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના કરે છે.
તેઓના પુસ્તકો “હવે મને પહેલા કરતા સારું લાગે છે” અને “મને ગમે છે તમને પણ ગમશે” ની ૧,૦૦,૦૦૦ થી વધારે નકલો આજ સુધીમાં વેચાઈ ચુકી છે. તેઓનું ત્રીજું પુસ્તક “ભયમુક્ત જીવન” ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.
તેઓના જીવનનો હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેઓમાં વિશ્વાસ જગાડવાનો, વાંચન અને કસરત માટે પ્રોત્સાહન આપવાનો છે. તેઓએ છેલ્લા ૫ વર્ષમાં ૯૦૦ થી વધારે સેમીનાર કર્યા છે. જેમાં ૭ લાખથી વધારે લોકોએ તેમને પ્રત્યક્ષ નિહાળ્યા છે.
સંજય રાવલ – સફર
સંજય રાવલનો જન્મ એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં પાલનપુર (ગુજરાત) માં ૫-૯-૧૯૬૬ ના દિવસે થયો. તેઓના પિતાની ૧૦૦ સ્ક્વેર ફૂટની નાની ભાડાની દરજીની દુકાન હતી. તેમણે ત્યાંથી જીવનની સફર શરૂ કરી અને તેમનું જીવન આ ખાડાટેકરાવાળા માર્ગથી પસાર કરીને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે તેઓના જીવનમાં બે વસ્તુ આવી – વાંચન અને કસરત. તેમને બી.એસસી (કેમેસ્ટ્રી) નો અભ્યાસ ૧૯૮૭માં પાલનપુર સાયન્સ કોલેજથી અને એલએલબીનો અભ્યાસ ૨૦૧૧માં પાલનપુર લૉ-કોલેજથી કરેલો છે. તેમના બિઝનસની શરૂઆતમાં તેમને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કડવો અનુભવ થયો. તેમણે તેમના મોટાભાઇની મદદથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેમને વિશાળ નાણાકીય નુકશાનનો પણ સામનો કરવો પડ્યો હતો. લગ્ન પહેલા તેમના પિતાનું અવસાન થયું. જ્યારે પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની રહી હતી ત્યારે તેમના મોટાભાઇ ૨૦૦૧માં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ત્યાંથી તેમના વાસ્તવિક જીવનની સફરની શરૂઆત થઇ. છેલ્લા ૫ વર્ષથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે.
બિઝનેસ
સંજય રાવલ પાલનપુરમાં ૨૦૦ શોપ્સની સ્કીમ ( શાહીબાગ પેલેસ) અને શાહીબાગ પેલેસ હેરીટેજ હોટેલનું કામ ચાલુ છે. તેઓ એક ગુજરાતી ફિલ્મ “વિટામીન શી” ના પ્રોડ્યુસર છે જે જુલાઈ ૨૦૧૭માં રીલીઝ થઈ ચુકી છે.
ડ્રીમ (સપનું)
આવનારા ૫ વર્ષમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં [૩૩ સ્કૂલો (૧૫ એકરમાં એક) અને ૫ યુનીવર્સીટીઓ (૧૫૦ એકરમાં એક)] નોન એજ્યુકેશનલ – સ્કીલ્ડ – ક્રિએટીવ સ્કૂલો અને યુનીવર્સીટી નિર્માણ કરવું. સ્થાપના કરી ૪૦%થી નીચેવાળા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી જુદા જુદા ૫૦ કોર્ષમાં નિષ્ણાત બનાવી (વિશ્વકક્ષાની ટ્રેઈનીંગ) આપી સેલ્ફમેઈડ લોકો તૈયાર કરવા. જે પોતાની જાતે પોતાના પગ ઉપર ઉભા થાય. જાતે વિકાસ કરે અને નોકરીઓ ના શોધે. રમત ગમતમાં ઓલમ્પિક લેવલે જાય.